
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજીત નવસારી શહેરના આંગણે ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળાનો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે નાણા મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના શિરવઈ પાર્ટી પ્લોટ, ગણદેવી રોડ ખાતે તાઃ૨૦,૨૧ અને ૨૨મી સુધી ચાલનારા મેળામાં સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથવણાટ, હસ્તકલા, મિલેટ, વારલી પેઇન્ટિંગ, ભરતકામ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના સ્ટોલ, કોટેજ ઈન્ડસ્ટ્રીઝ, કો-ઓપરેટીવ સહકારી મંડળીઓના સહિત વિવિધ ૫૬ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ સશકત અને આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર અને રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. આપણે સૌએ વિદેશી વસ્તુઓનો મોહ છોડી બહેનો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો. જેનાથી આપણા દેશનું અર્થતંત્ર વધુ મજબુત બનશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશમાં ૧૨ કરોડ શૌચાલયોનું નિર્માણ, નલ સે જલ યોજના હેઠળ ૧૫ કરોડથી વધુ ઘરોમાં પાણી પહોચાડયું છે જેનાથી બહેનોના રોજ ૫.૩૦ કલાકનો સમય થતો હતો તે સમયની બચત થઈ છે. આ તકે તેમણે સૌ કોઈને મેળામાંથી નાનીમોટી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. કાર્યક્રમમાં મંત્રીઓના હસ્તે સરકારના વિવિધ વિભાગોના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના- ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના રૂ.૩.૫૭ કરોડના ખર્ચે કરોડના ખર્ચે છ કામોનું ખાતમુહર્ત તથા રૂા.૩.૫૫ કરોડના ખર્ચે ત્રણ વિકાસકામોનું ઈ-લોકાપર્ણ કર્યું હતું. આ ઉપરાંત પંચાયત સિંચાઈ વિભાગના રૂા.૧.૩૬ કરોડના ૧૩ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, અગ્રણી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેટકર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.કે.પંડયા, નિવાસી અધિક કલેકટર યોગરાજસિહ ઝાલા તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.







