કાંકરેજ તાલુકાના રાનેરના મુકેશભાઈ ઠક્કરને આમ આદમી પાર્ટી પાટણ લોકસભાના ઉપાઘ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ..

ગુજરાતમાં આવનારી ૨૦૨૭ ની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ રહ્યા છે અને મજબુત સંગઠનો સાથે કમરકસી બુથથી લઈને પ્રદેશ સુધી કામ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના રાનેર ગામના વતની વહેપારી અગ્રણી અને ગત ૨૦૨૨ મા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા મુકેશભાઈ ઠક્કરને આમ આદમી પાર્ટી દ્વારા પાટણ લોકસભાના ઉપાઘ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતાં એમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉપાઘ્યક્ષ મુકેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સાથે પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા તેમજ પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ રાય દ્વારા મારા ઉપર પૂર્ણ વિશ્વાસ મુકીને મને કાંકરેજ વિધાનસભાની આમ આદમી પાર્ટી લોકસભા પાટણ જીલ્લાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવા બદલ આભાર વ્યક્ત કરૂ છું.હું પાર્ટીનો વફાદાર છું અને આમ આદમી પાર્ટીને તન-મન-ધનથી સંપૂર્ણ રીતે સમર્પિત રહીશ જેની હું દરેક ને ખાત્રી આપું છું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530