NAVSARINAVSARI CITY / TALUKO
આખરે મહેનત ફળી: અનેક વાર રજૂઆત બાદ ખેરગામ વલસાડના વાવ ફાટક પાસે બમ્પ મૂકતા સ્થાનિકોમાં રાહત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમસ્ત આદિવાસી સમાજના સેવાભાવી કાર્યકર્તાઓની અનેક વાર રજૂઆતો બાદ આખરે મહેનત ફળી છે. ખેરગામ વલસાડ રોડ પર અકસ્માત જોન તરીકે ઓળખાતી વાવ ફાટક પાસેનો જોખમી વળાંક પર બમ્પર મુકાતા સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. સ્ટેટ હાઇવે પર વાવ ફાટક પર આવેલ જોખમી વળાંક પર બમ્પરના અભાવે વારંવાર અકસ્માતો થતાં આવેલ હોવાથી છાસવારે સ્થાનિકો અને રાહદારીઓ માટે ભયનું વાતાવરણ ફેલાયેલું રહેતું હતું આથી સ્થાનિક જીજ્ઞેશ પ્રધાન,નિતેશ પટેલ,અર્જુન પટેલ સહિતના ગ્રામજનોએ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને રજૂઆત કરતા તેમણે સમસ્યાનો ઉકેલ લાવવા માટેની યોગ્ય પદ્ધતિ દર્શાવી માર્ગદર્શન પુરુ પાડેલ અને તંત્રએ આ બાબતે ગંભીરતા દાખવી ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઇ બમ્પર બનાવી આપતાં ગ્રામજનોએ રાહતનો ઊંડો શ્વાસ લીધેલ હતો.



