
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજના કંભરોડા ખાતે શ્રી ક્ષત્રિય યુવા સંઘની ૮૦મી સ્થાપના દિનની ઉજવણી
મેઘરજ તાલુકાના કંભરોડા ગામ ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘ, મધ્ય ગુજરાત સંભાગ દ્વારા સંઘની ૮૦મી સ્થાપના દિનના ઉપક્રમે પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કંભરોડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સમાજની એકતા, સંસ્કાર અને પરંપરાના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. છેલ્લા ૮૦ વર્ષથી શ્રી ક્ષત્રિય સંઘ રાજપૂત સમાજમાં સંસ્કાર નિર્માણ અને સમાજસેવાના કાર્યો કરી રહ્યો હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પારિવારિક સ્નેહમિલન થકી સમાજના લોકો એકત્રિત થયા હતા અને પરસ્પર સુમેળ તથા ભાઈચારા વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સૌહાર્દસભર માહોલમાં સંપન્ન થયો હતો.





