સંતરામપુર બાર એસોસિયેશન ની ચૂંટણી યોજાઈ.ભુલાભાઈ પરમારની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

સંતરામપુર બાર એસોસિયેશન ની ચૂંટણી યોજાઈ.
અમીન કોઠારી મહીસાગર…
ભુલાભાઈ પરમારની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.
સંતરામપુર બાર એસોસિએશન ની એક વર્ષની ચૂંટણી (૨૦૨૫/૨૬) ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવામાં આવેલ હતી.
આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે પરમાર ભુલાભાઈ પરાગભાઈ ની વરણી કરવામાં આવી હતી. વકીલ મંડળના સભ્યો દ્વારા ભુલાભાઈ પરમાર ઉપર વિશ્વાસ મૂકીને તેમને પ્રમુખ તરીકે છૂટી કાઢવામાં આવ્યા છે સતત અવારનવાર ત્રીજી ટર્મથી ચૂંટાઈ આવેલા છે ઉપપ્રમુખ તરીકે ડામોર લાલાભાઇ રૂપાભાઈ મંત્રી તરીકે મિસ્ત્રી ભાવિક ઘનશ્યામભાઈ ખજાનચી તરીકે ડામોર જયપાલ ભાઈ અને મહિલા પ્રતિનિધિ તરીકે અર્ચનાબેન એમ પરમારની વરણી કરવામાં આવી છે.
વકીલ મંડળના પ્રમુખ ભુલાભાઈ પરમારે જણાવ્યું કે વકીલ મંડળના સભ્યો દ્વારા મારી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસ ને હું જાળવી રાખીશ અને વકીલોના જે પ્રશ્નો છે જે માંગણીઓ છે એ પ્રત્યે સહજાગ રહીને હું મારી ફરજ નિભાવીશ.
ઉપરોક્ત ઉમેદવારી પત્રકો ભરાયેલા હતા આ સિવાય અન્ય ઉમેદવારી પત્રકોનો ભરાયેલ ન હતા. જેથી કરવાનું મતે ચૂંટાયેલા ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે.




