
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬
મહીસાગર જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમને SIRની પ્રક્રિયાથી અવગત કરવામાં આવ્યા હતા.
અત્રેના જિલ્લામાં કુલ-૯૬૩ મતદાન મથકો હતા જેમાં નવા ૭૧ મતદાન મથકો ઉમેરાતા જિલ્લાના કુલ ૧૦૩૪ મતદાન મથકો થયેલ છે.
આજ રોજ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ Draft Electoral Roll (મુસદ્દા મતદારયાદી) ની અત્રેના જિલ્લા ખાતે પ્રસિધ્ધિ કરવામાં આવેલ. જેમાં જિલ્લામાં કુલ-૮,૪૯,૪૫૬ મતદારો પૈકી ૭,૭૭,૭૦૯ મતદારોનો Draft Electoral Roll માં સમાવેશ કરવામાં આવેલ છે. વઘુમાં, ગેરહાજર મતદારો- ૩૫૭૯, કાયમી /સ્થળાંતર-૩૨૧૯૭, મૃત્યુ- ૨૯૦૬૮, ડુપ્લીકેટ મતદારો-૬૫૫૨, અન્ય કારણો-૩૫૪ આમ, કુલ મળી ૭૧,૭૫૦ જેટલાં મતદારોના નામ Draft Electoral Rollમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
Draft Electoral Roll અને ASD યાદી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ ખાતે તેમજ તમામ મતદાન મથકે અને ગ્રામ પંચાયત ખાતે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
મતદાર નોંધણી અધિકારીશ્રીને તા.૧૯-૧૨-૨૦૨૫ થી તા.૧૮-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે. તથા ૧૯-૧૨-૨૦૨૫ થી ૧૦-૦૨-૨૦૨૬ સુધીમાં નોટીસના તબક્કામાં સુનવણી અને ચકાસણી હાથ ઘરવામાં આવશે તેમજ તા.૧૭-૦૨-૨૦૨૬ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
જિલ્લામાં લાયકાત ઘરાવતાં મતદારો ફોર્મ નં-6 તથા સુધારા માટે ફોર્મ નં-૮ ચૂંટણી પંચ ઘ્વાર માન્ય પુરાવા સાથે જે તે મતદાન મથકના BLOને રજુ કરી શકશે અથવા મતદાર જાતે voters.eci.gov.in વેબ સાઈટ મારફ્તે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેથી આગામી સમયમાં ક્ષતિરહિત આખરી મતદારયાદી તૈયાર કરી શકાય.
સદર કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે ઉપસ્થિત રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધિઓને મુસદા મતદારયાદીની નકલ (હાર્ડ કોપી), ડીવીડી સ્વરૂપે સોફ્ટ કોપી તેમજ ASD ની યાદી આ૫વામાં આવી. વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષોને આ યાદીની ઝીણવટભરી તપાસ કરી સહયોગ આપવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે સચોટ મતદારયાદી અનિવાર્ય હોવાનું કલેકટરશ્રીએ આ તકે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી, મહીસાગર, લુણાવાડા પ્રાંત અધિકારી, બાલાસિનોર પ્રાંત અધિકારી તેમજ સંતરામપુર પ્રાંત અધિકારી સહિત જિલ્લા ચૂંટણી શાખાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટરશ્રીએ પક્ષના પ્રતિનિધિઓને વહીવટી કામગીરી અંગે કોઈ પણ રજૂઆત કે સૂચન હોય તો તે તંત્ર સમક્ષ મૂકવા માટે અનુરોધ કર્યો હતો.




