હાલોલ ટાઉન પોલીસની સરાહનીય કામગીરી,9 વર્ષનો બાળક ગુમ થતા ગણતરીના કલાકોમાં શોધી માતા પિતાને સોંપ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧૨.૨૦૨૫
હાલોલ શહેરમાં એક સરાહનીય પોલીસ કામગીરી સામે આવી છે. ન્યુ લૂક સ્કૂલ માં અભ્યાસ કરતો 9 વર્ષ નો વિદ્યાર્થી તા .20 ડિસેમ્બર શનિવારે બપોરે આશરે 3 વાગ્યાના આસપાસ સ્ટેશન રોડ પર મિત્રના ઘરે જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. લાંબો સમય વીતી જવા છતાં બાળક ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતિત બન્યો હતો.બાળકને શોધવા માટે પ્રથમ સ્ટેશન રોડ પર મિત્રના ઘરે તપાસ કરવામાં આવી, જ્યાંથી જાણવા મળ્યું કે બાળક ત્યાંથી નીકળી ગયો હતો પરંતુ ઘરે પહોંચ્યો નહોતો. ત્યાર બાદ માતા-પિતા તરત પોલીસ સ્ટેશન પહોંચ્યા. જાણ થતા જ ગુમ થયેલા બાળકની ગંભીરતાને ધ્યાનમાં લઈ હાલોલ ટાઉન પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી.હાલોલ ટાઉન પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી. શહેરની દુકાનો ના CCTV ફૂટેજ તેમજ સ્થાનિક સેવાભાવી નાગરિકોની મદદથી તપાસને વેગ આપવામાં આવ્યો. સતત પ્રયાસોના પરિણામે કલાકોની ગણતરીમાં બાળકને પાવાગઢ ના માચી વિસ્તારમાંથી સલામત રીતે શોધી કાઢવામાં આવ્યો.બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપતા પરિવારજનોએ ભાવુક બની હાલોલ ટાઉન પોલીસ અને સહયોગ આપનાર તમામ સામાજિક સેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સાથે જ, તપાસમાં મદદરૂપ થયેલા વેપારીઓ દ્વારા ઉપલબ્ધ કરાયેલા CCTV ફૂટેજ માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.









