GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે – ની ભવ્ય ઉજવણી

TANKARA:ટંકારા પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે – ની ભવ્ય ઉજવણી

 

 


પ્રથમ વખત વાલીશ્રીઓ માટે રમતોત્સવનું આયોજન*
આજરોજ તા. 20-12-2025 અને શનિવારના રોજ આનંદદાયી શનિવાર તરીકે શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે, ચાંદલા ચોડ, ફુગ્ગા ફોડ, વિઘ્ન દોડ, બેલેન્સ ગેમ, સસલા દોડ, કોથળા કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ તેમજ બાળકોના વાલીશ્રીઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ તેમજ બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું.


તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો.બાળકો અને વાલીશ્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.સમગ્ર આયોજન બદલ શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!