
૧૨ ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૧.૬૮૯ અબજ ડોલર વધીને ૬૮૮.૯૪૯ અબજ ડોલર પર પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કર્યું હતું. તે પહેલાંના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ૧.૦૩૩ અબજ ડોલરનો વધારો નોંધાઈને તે ૬૮૭.૨૬ અબજ ડોલર થયું હતું. સમાપ્ત સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સમાં ૯૦.૬ કરોડ ડોલરનો વધારો થઈને તે ૫૫૭.૭૮૭ અબજ ડોલર રહ્યા હતા. ગોલ્ડ રિઝર્વ ૭૫.૮ કરોડ ડોલર વધીને ૧૦૭.૭૪૧ અબજ ડોલર થયું હતું. આ દરમિયાન આઈએમએફ ખાતે ભારતનું રિઝર્વ ૧.૧ કરોડ ડોલર વધીને ૪.૬૮૬ અબજ ડોલર થયું હતું, જ્યારે સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સમાં ૧.૪ કરોડ ડોલરનો વધારો થઈને તે ૧૮.૭૪૫ અબજ ડોલર થયા હતા.



