
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર – નવસારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી – નવસારી આયોજિત દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ નું આયોજન નવસારી જિલ્લાની શ્રી સ્વામીનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ, એરૂ, જલાલપોર ખાતે તા. ૨૩ અને તા.૨૪મી ડિસેમ્બર સવારે ૦૯-૦૦ વાગે યોજાશે. દક્ષિણ ગુજરાતનાં કુલ- ૦૯ જિલ્લામાંથી સાહિત્ય, કલા, નૃત્ય,ગાયન,વાદન,અને અભિનય વિભાગની જુદી જુદી કુલ- ૩૦ સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ કલાકારો ભાગ લેશે. પ્રદેશકક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા કૃતિ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે તેમ નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.





