ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે વિચસ્તી–વિમુક્ત જાતિના પરિવારોનું ધરણાં, મહિલાની તબિયત લથડી 108 મારફતે સારવાર હેઠળ ખસેડાઈ 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે વિચસ્તી–વિમુક્ત જાતિના પરિવારોનું ધરણાં, મહિલાની તબિયત લથડી 108 મારફતે સારવાર હેઠળ ખસેડાઈ

મેઘરજ તાલુકામાં વિચસ્તી અને વિમુક્ત જાતિના પરિવારો દ્વારા મફત પ્લોટની માંગને લઈને ગ્રામ પંચાયત કચેરી સામે ધરણાં યોજવામાં આવ્યા હતા. કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા અગાઉ આપવામાં આવેલા આદેશ છતાં હજી સુધી પ્લોટ ફાળવણી ન થતાં પરિવારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો.મહિલાઓ અને બાળકો સાથે મોટી સંખ્યામાં પરિવારો ધરણાં પર બેઠા હતા અને પ્લોટ ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપી હતી. ધરણાં દરમિયાન એક મહિલાની તબિયત અચાનક બગડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત પરિવારો દ્વારા વહેલી તકે મફત પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા મામલાને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!