
અમીન કોઠારી મહીસાગર
બાલાસિનોર નગર વિસ્તારમાં કમળાના વધતા જતા કેસોને લઈને જિલ્લા કલેક્ટર એકશન મોડમાં
બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગના વિસ્તારનું સર્વેનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કર્યું


બાલાસિનોર નગરમાં હાલ કમળાના વધતા જતા કેસોને લઈને મહીસાગર જીલ્લા આરોગ્ય વિભાગે 52 ટીમો સર્વે માટે ઉતારીછે.

વધુમાં વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ડિસેમ્બર મહિનામાં કમળાના 299 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થયું છે અને રોગચાળાને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટરો ને વોર્ડ દીઠ મૂકીને સર્વે ચાલુ કરાવ્યુ છે.
જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોર નગર વાસીઓને પાણીજન્ય રોગોને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે.
મહીસાગર જિલ્લા કલેકટર અર્પિત સાગર એ જણાવ્યું કે બાલાસિનોર નગરપાલિકાની ટીમ અને જિલ્લાનું આરોગ્ય તંત્ર ને કામે લગાડવામાં આવ્યું છે આજે કેશો થયા છે આજે કેસો થયા છે તે કેશોમાં વધારો ના થાય અને તેના રોકવા માટેના સંપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે 70 વર્ષ જૂની પાણીની ટાંકી અને તેની સાથે સિવિલ લાઈન પાણીમાં મિક્સ થવાને કારણે આ રોગચાળો વખળ્યું છે અને એ રોગ ચારણે સંપૂર્ણપણે નાશ કરી દેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાસિનોર નગરપાલિકાના લોકો દ્વારા લોકોને પીવાના પાણીના ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે અને જેને પણ રિપોર્ટ આવે એ રિપોર્ટના સામે તાત્કાલિક પગલાં ભરવાની કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.
વધુમાં લોકોને મહીસાગર જિલ્લા કલેકટરે તાકીદ કરી કે પાણી ગરમ કરીને પીવો અને જે ટેન્કરો દ્વારા તમને પાણી આપવામાં આવે છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરો અને સાવચેતી રાખો એ વાત ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો છે.





