MORBI:બિલિયા પ્રા. શાળાના શિક્ષક ગોધવિયા ગૌતમ રામજીભાઈએ મનુભાઈ પંચોળી – સોક્રેટિસ સન્માન મેળવી મોરબીનું સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું

MORBI:બિલિયા પ્રા. શાળાના શિક્ષક ગોધવિયા ગૌતમ રામજીભાઈએ મનુભાઈ પંચોળી – સોક્રેટિસ સન્માન મેળવી મોરબીનું સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું
શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગોધવિયા ગૌતમ રામજીભાઈ
સુરત ખાતે શિક્ષક અભિવાદન સમારોહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ ધામેલિયા અને મનુભાઈ પંચોળીના શિષ્ય એવા રાઘવભાઈ ડાભી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજકીય, શૈક્ષણિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગુજરાતમાંથી ચાર શિક્ષકોને શ્રી નાનાભાઈ ભટ્ટ અગસ્ત્ય સન્માન અને આઠ જેટલાં શિક્ષકોને શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. જેમાં પોતાની અવનવી પ્રવૃત્તિઓ થકી મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગોધવિયા ગૌતમ રામજીભાઈએ શ્રી મનુભાઈ પંચોળી – સોક્રેટિસ સન્માન મેળવી મોરબીનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરી કર્યું છે.
જેઓ શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. તેઓ ‘ મોજીલો વિદ્યાર્થી’ નામનું શાળાપત્ર ચલાવે છે. અંગ્રેજી સમાચાર,ઓનલાઇન ક્વિઝ,ભાષાની વિવિધ પ્રવૃત્તિ કરે છે. આ પહેલાં એમને પ્રતિભાશાળી શિક્ષક,તાલુકા શ્રેષ્ઠ શિક્ષક, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક, શિક્ષક રત્ન એવોર્ડ વગેરે સન્માન મેળવેલ છે. આ સન્માન મેળવવા બદલ ચારે તરફથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.








