ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૨૯ સામે ૮૫૧૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૧૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૫૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૩૦ સામે ૨૬૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૨૦૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશોની મુલાકાતમાં હવે ઓમાન સાથે ફ્રી ટ્રેડ ડિલ થયાના પોઝિટીવ પરિબળ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં અને વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે મજબૂત રિકવરી પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયોમાં એકાએક તીવ્ર ઉછાળો નોંધાતાં શેરોમાં આક્રમક ખરીદી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, મંગળવારે અમેરિકાના જાહેર થનારા ત્રીજા ત્રિમાસિકના જીડીપીના વાર્ષિક ડેટા પૂર્વે ડોલર સ્થિર રહેવાને પગલે સોમવારે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૫ અને વધનારની સંખ્યા ૨૭૯૪ રહી હતી, ૨૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૩.૫૬%, ઇન્ફોસિસ લિ. ૩.૦૬%, ભારતી એરટેલ ૨.૩૨%, ટેક મહિન્દ્રા ૨.૦૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૭%, બીઈએલ ૧.૫૭%, સન ફાર્મા ૧.૫૦%, મારુતિ સુઝુકી ૧.૩૨% અને ટીસીએસ લિ. ૧.૨૮% વધ્યા હતા, જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૦%, કોટક બેન્ક ૦.૩૭%, લાર્સન લિ. ૦.૦૭%, ઈન્ડીગો ૦.૦૬% અને બજાજ ફાઈનાન્સ ૦.૦૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૧૧ લાખ કરોડ વધીને ૪૭૫.૩૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા જીઓપોલિટીકલ ટેન્શનના કારણે ભારતીય શેરબજારમાં આગામી દિવસો દરમિયાન જોરદાર અફડાતફડી જોવા મળી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને યુરોપિયન યુનિયન દ્વારા લોન આપવામાં આવેલ અને રશિયાની ફ્રીઝ કરાયેલી એસેટ્સના પ્રત્યાઘાત રૂપે પુતિનની ચીમક, તેમજ વેનેઝુએલામાં તખ્તા પલટા માટે અમેરિકા દ્વારા યુદ્ધ તૈયારી, વૈશ્વિક બજારમાં અસુરક્ષા અને અનિશ્ચિતતા વધારે છે. આ પરિસ્થિતિમાં ક્રૂડ ઓઈલના ભાવ ઉછળી રહ્યા છે, સોનાં અને ચાંદીના ભાવો પણ તેજી પર છે અને અમેરિકી ડોલર સામે રૂપિયાનું સપ્તાહના અંતે રિકવરી જોવા મળી છે. આ તમામ ફેક્ટરો ભારતીય ઇક્વિટી માર્કેટ માટે ઉંચી વોલેટિલિટીનું સંકેત આપે છે.
વૈશ્વિક અને સ્થાનિક ફેક્ટરો પણ ભારતીય શેરબજારમાં મોટો પ્રભાવ પાડશે. ક્રિસમસના હોલી-ડે મૂડમાં બજાર ગુરુવારે બંધ રહેશે, પરંતુ વિદેશી ફંડોની ઓછી હાજરી વચ્ચે સ્થાનિક ફંડ, સંસ્થાકીય રોકાણકારો અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો છેલ્લી ઘડીમાં પોર્ટફોલિયો રિસફલિંગ કરી શકે છે. ખાસ કરીને વેલ્યુએશન પર આધારિત સ્ટોક્સમાં સ્ટોક સ્પેસિફિક તેજી જોવા મળી શકે છે, જે બજારમાં એક પ્રકારનું તોફાન મચાવી શકે છે. તેથી, ભારતીય શેરબજારમાં મધ્યમથી ઊંચી વોલેટિલિટી અને સ્ટોક સ્પેસિફિક તેજી બંને જોવા મળી શકે તેવી શક્યતા ઊંચી છે અને રોકાણકારો માટે ચેતવણી અને તક બંને સાથે બજારમાં પ્રવેશ કરવાની જરુર રહેશે.
તા.૨૩.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૨.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૩૩ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૩૦૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૦૯૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૭૯ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૭ બીજા સપોર્ટથી ટી એન્ડ કૉફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૭ થી રૂ.૧૧૯૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૦૩ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૬ થી રૂ.૧૦૨૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૭૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૩ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૫૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૩૦ થી રૂ.૧૬૧૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૫ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૪૫૮ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૬ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૦૯ થી રૂ.૧૨૦૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૨૨ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૮૮ ) :- રૂ.૧૦૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૮ થી રૂ.૯૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



