
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વડોદરાની યુવતી નિશા કુમારી સાયકલ યાત્રા દરમિયાન દાહોદ પહોંચતા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
નિશા કુમારી પર્યાવરણ બચાવો અને ફિટ ઇન્ડિયા મિશનના સંદેશ સાથે અરુણાચલ પ્રદેશથી મુંદ્રા સુધીની વિશાળ સાયકલ યાત્રા કરી રહી છે.આ ઐતિહાસિક યાત્રાની શરૂઆત સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબર 2025ના રોજ અરુણાચલ પ્રદેશથી કરવામાં આવી હતી.વર્ષ 2023માં નિશા કુમારીએ માઉન્ટ એવરેસ્ટ સર કરીને તિરંગો લહેરાવી દેશનું નામ રોશન કર્યું હતું.યાત્રા દરમિયાન શાળાઓમાં વિદ્યાર્થીઓને મળીને પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપી રહી છે.પર્યાવરણ માટે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષો વાવીને હરિયાળી અભિયાનને મજબૂત બનાવ્યું છે.આ સાયકલ યાત્રામાં તેમના કોચ સાથે એક મહિલા અને એક 8 વર્ષની બાળકી સહિતની ટીમ પણ જોડાયેલી છે




