GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ

MORBI:મોરબી મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ
મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા તારીખ ૨૧/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ વ્યાસ સમાજવાડી ખાતે ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ. જે સ્પર્ધા ધોરણ ૦૪ થી ૦૮, ધોરણ ૦૯ થી ૧૨ અને ઓપન એમ ૦૩ વિભાગમાં યોજાઇ. તમામ સ્પર્ધકો એ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો અને કાર્યક્રમ સફળ બનાવ્યો.
ત્યારબાદ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો. જેમાં દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી અને દરેક વિભાગના વિજેતાને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. અંતે સર્વે અલ્પાહાર કરી છુટ્ટા પડ્યા.







