GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો 

 

MORBI:આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો

 

 

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર ના રોજ શ્રી આયતિજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ , નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે કરવામાં કરવામાં આવ્યું હતુ. મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૫ થી વધારે દર્દીઓને આરોગ્યલાભ મળ્યો.

આ કૅમ્પ માં ડૉ. પુનિત પડ્સુંબીયા (Ms Orthopeadiuc) (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (MD – Medicine) દ્વારા ડાયાબિટીસ તેમજ તેની સાથે જોડાયેલી બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ અંગેના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા.
વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા પ્રથમ વર્ષ ના શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી ના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી.આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યલાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ.શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસ મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.”

Back to top button
error: Content is protected !!