દબાણ હટાવવાના નામે રોફ જમાવતો ઈડર નગરપાલિકાનો સંસ્કારી અધિકારી

દબાણ હટાવવાના નામે રોફ જમાવતો ઈડર નગરપાલિકાનો સંસ્કારી અધિકારી
ઇડર નગરપાલિકાના કર્મચારીએ શરમ નેવે મૂકીને દબાણ હટાવતી વખતે સામાન્ય લારી ચલાવતા વેપારી સાથે બેફામ ગાળો બોલી ધાક ધમકી આપતો હોવાનો વિડીયો સામે આવ્યો છે.. આમ તો પાલિકા નાગરિકોને સંસ્કારની શિખામણો આપતું હોય છે પરંતુ તેમનો જ કર્મચારી જાહેરમાં જ સામાન્ય ઠેલો ચાલવતા વેપારી સાથે અભદ્ર ભાષામાં ધમકી આપતો જોવા મળ્યો છે. આ કર્મચારી જાણે કે ઇડરને પોતાના દાદાની જાગીરી સમજતો હોય તેમ તમામ નિયમો નેવે મૂકી ગાળો બોલી રહ્યો છે..શું પાલિકાએ તેને ગાળો બોલવાનો ઠેકો આપ્યો છે કે શું તેમ જાહેરમાં ગાળો બોલી રહ્યો છે.. આજુબાજુ માતાઓ બહેનો હોય તો પણ આ કર્મચારી પોતાના સંસ્કારો બતાવી રહ્યો છે.. આ પાલિકાના સિનિયર ક્લાર્કની પોસ્ટ પર હોવા છતાં કાયદાના નિયમો નેવે મૂકીને ગાળો બોલી રહ્યો છે તે કર્મચારી સામે કાર્યવાહી કરશે કે નહિ?
જયંતિ પરમાર સાબરકાંઠા




