કેશોદ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ કાર્યક્રમનો શુભારંભ, કેશોદમાં વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ અંતર્ગત રૂ. 5.11 કરોડના 136 વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ
કેશોદ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ કાર્યક્રમનો શુભારંભ, કેશોદમાં વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ અંતર્ગત રૂ. 5.11 કરોડના 136 વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ

કેશોદ નગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે “વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ” કાર્યક્રમ અંતર્ગત મહત્ત્વના વિકાસકાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત રાજ્યની 70 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રૂ. 5.11 કરોડના કુલ 136 વિકાસ પ્રોજેક્ટ્સનો એકસાથે પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેશોદ ફાગળી રોડ પર આવેલ નવા સ્મશાન ખાતે સખીમંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોડલિયા સહિત નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ, સખીમંડળની બહેનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની અપીલ કરી અને વિકાસ પ્રોજેક્ટ્સથી શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવાશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને અંતે નગરપાલિકા દ્વારા તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




