શ્રી પીપળવા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રમતોત્સવ 0.1 નું આયોજન કરવામાં આવ્યું
શ્રી પીપળવા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રમતોત્સવ 0.1 નું આયોજન કરવામાં આવ્યું

શ્રી પીપળવા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રમતોત્સવ 0.1 આ રમતોત્સવ માટે જે મેદાન તૈયાર કરવામાં આવ્યું છે તે મેદાન આખું ગાયના છાણમાંથી લિપેલું છે આ મેદાન સંપૂર્ણ તૈયાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી બાબરીયા અલ્પેશસર દ્વારા આયોજન કરવામાં આવેલું છે.લગભગ સરકારી શાળા કક્ષાનો રમત ઉત્સવ ગુજરાતમાં પહેલી વખત આટલો ભવ્ય રીતે ઉજવવામાં આવેલ છે. આ મેદાન તૈયાર કરવા માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ છે નહીવત એવો ખર્ચ થયેલો છે સાથે ગામના વાલીઓનો ખૂબ સારો સાથ સહકાર મળેલ છે તેમજ આ રમતોત્સવ માં એવો સરસ આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં બે મુખ્ય ટીમો પાડવામાં આવેલી હતી. એક ટીમનું નામ છત્રપતિ શિવાજી મહારાજ અને બીજી ટીમનું નામ મહારાણા પ્રતાપ હતું જેથી બાળકોમાં પણ કંઈક અલગ ભાવના રમત દ્વારા વિકસે તેમજ વિદ્યાર્થીઓએ જાતે જ ક્રાફ્ટ વર્ક કરેલ છે તેમજ બાળકો સવારના 08:00 થી 11 વાગ્યા સુધી એટલા રસપ્રદ રીતે રમતો નિહાળીઓ તેમજ સૌથી મહત્વની બાબતો એ હતી કે અહીં એક થી આઠ ધોરણમાં કુલ ૯૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં દરેકે દરેક વિદ્યાર્થીએ રમતમાં ભાગ લીધો અને અલગ અલગ રમતમાં વિજેતા નંબર પણ પ્રાપ્ત કર્યો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




