GUJARATIDARSABARKANTHA

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો નો મુદ્દામાલ પકડી પાડતી ખેરોજ સાબરકાંઠા પોલીસ

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૯ કિલો ૨૧૧ ગ્રામ કિ.રૂ-૪,૬૦,૫૫૦/- તથા આરોપીઓ પાસેથી કબજે લીધેલ ગાડી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ ૬,૨૦,૫૫૦ નો મુદ્દામાલ પકડી પાડતી ખેરોજ પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ IPS નાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ” SAY NO TO DRUGS* મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સુત્રને સાર્થક કરવા નાર્કોટીક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર ડી.એન.સાધુ ખેરોજ પો.સ્ટે નાઓ તથા સ્થાનીક પોલીસના માણસો તા.૨૨/૧૨/૨૦૨૫ રોજ નાઈટ રાઉન્ડ દરમ્યાન ખેરોજ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરીમા રોકાયેલ હતા તે દરમ્યાન એક સફેદ કલરની CHEVROLET કંપનીની TAVERA B2 NEO3 MAX 10 ગાડી નંબર-GJ-18-BL-7509 ની ગાડી આવતા સદર ગાડીને ઉભી રખાવી તપાસ કરતા ગાડીની અંદર ગેરકાયદેસરનો માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯.૨૧૧ કિ.ગ્રામ કિ.રૂ.-૪,૬૦,૫૫૦/- મળી આવતા જેથી ગાડીમાં સવાર ઇસમોની કબજા ભોગવટાની TAVERA ગાડી નંબર-GJ-18-BL-7509 કી.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નં-૦૨ કિ.રૂ.-૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૬, ૨૦,૫૫૦/- મુજબનો મુદ્દામાલ કબજે લઇ સદરી આરોપીઓ વિરૂધ્ધમાં ઘી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ.એકટ)ની કલમ-૮(સી), ૨૦ (બી), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી એન.ડી.પી.એસ એકટ મુજબનો કેસ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!