
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા ના છતડીયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય.૪ માં યોજાયો વાર્ષિકોત્સવ
રાજુલા ના છતડીયા ગામમાં આવેલ જી.એમ.બી અને મોડેલ સ્કુલની બાજુમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય – ૪ છતડીયા ખાતે ભવ્ય થી ભવ્ય દર વર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ ઉજવાયો.
આજના આ વાર્ષિક – ઉત્સવમાં આમંત્રિત મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યાં તેમજ તમામ આમંત્રિત મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી અને તેમનું સ્વાગત કરવા માં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં 100 જેટલી દીકરી તેમજ તેમના વાલીઓ ખાસ હાજરી આપેલી આજના આ કાર્યક્રમમાં આ સંસ્થામાંથી જે દીકરી ભણી ને બહાર ગઈ છે તેવી દિકરીઓને અને હાલમાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને જેમનો અભ્યાસ માં એકથી ત્રણ નંબર આવેલો છે તેવી દીકરીઓને આ સંસ્થા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. રમતગમત કલા ઉત્સવ, ખેલ મહાકુંલ તેમજ ધોરણ- 10 અને 12 માં અભ્યાસ કરતી દીકરી ઓ ને પ્રથમ ક્રમાંક આવ્યો હોય તેવી તમામ દિકરીઓને આજે આ કાર્યક્રમમાં પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ વિદ્યાર્થીની બાળાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલી ત્યારે આજના આ કાર્યક્રમને સફળ બનાવવો માટે આ સંસ્થા ની તમામ દીકરી ઓ અને તમામ દીકરી ઓના વાલીઓ આજ ના આ ખાસ કાર્યક્રમ માં હાજર રહેલા ત્યારે આ સંસ્થા વતી જિલ્લા ગર્લ્સ કોઓડીનેટર અધિકારી કોડિયા ભૂમીબેન એ તમામનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે આ સંસ્થાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફનો પણ આ તકે આભાર વ્યકત કર્યાં અને આ કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો હતો અને તેમણે તેમને ખુશી સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો






