GUJARATSINORVADODARA

સાધલીની મનન વિદ્યાલય માં અંદાજિત 4,37,000 ઉપરાંત ની ચોરી તેમજ સેગવા ખાતે થયેલ ચોરી ના તસ્કરો ને ગણતરી ના દિવસોમાં ઝડપી પાડતી શિનોર પોલીસ..


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે સાધલી થી ઉતરાજ જવાના મુખ્ય માર્ગ પર આવેલ મનન વિદ્યાલય માં તસ્કરોનો તરખાટ અંદાજિત 4,37,000 ઉપરાંતની ચોરીનો બનાવ બનતા હકચાર જવા પામી છે.
મનન વિદ્યાલય માં લગાવેલ સીસીટીવી માં ધાબળા ઓઢી ચોરી કરતા તસ્કરો કેમેરામાં કેદ થયેલ થયા હતા..

તેમજ તા.૨૦/૧૨/૨૦૨૫ ના રોજ શિનોર તાલુકાના આનંદી ગામે શ્રીજી સોસાયટીના નાકે આવેલ “મારૂતી સુઝુકી શો-રૂમ રવિરત્ના મોટર્સ પ્રા.લિમિટેડ વર્કશોપ”ની ફ્રન્ટઓફિસનું તાળું ટેબલના ડ્રોવરો ખોલીને ચોરો સર્વીસ બીલની રકમ કુલ રૂ.૭૦,૨૭૦/- ના મત્તાની ચોરી કરી પલાયન થયા હતા…
શિનોર પોલીસ ને જાણ કરાતા મનન વિદ્યાલય પર આવી ગુનો નોધી સીસીટીવી કુટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બંને ચોરી ના બનાવોમાં શિનોર પોલીસ ને મોટી સફળતા મળી છે.શિનોર પોલીસે ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરી છે…

Back to top button
error: Content is protected !!