GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ડાભેલના દીપક રાઠોડની હત્યા કેસનો મુખ્ય આરોપી શોક્ત કસાઈ આખરે પોલીસના હાથે પકડાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ડાભેલ ગામે રહેતા અને મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો દીપક રાઠોડની હત્યા આ હત્યા કેસમાં કસાઈ ગેંગ એ દીપક હળપતિને ગૌહત્યા કરવા ફરજ પાડી હતી. જ્યારે દીપક રાઠોડ ગૌહત્યા કરવા ઇનકાર કરી દેતા આદવત રાખી આ આદિવાસી યુવાન દીપક રાઠોડની હત્યા કરવાનું કરસો રચ્યો હતો. આ દરમીયાન દીપક રાઠોડ ૧૬ મીએ મજૂરી કરી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પૂર્વ આયોજિત કાવતરો રચી મુખ્ય આરોપી શોક્ત નો  પુત્ર હુસેન અને ભત્રીજો હસન સહિતના ટોળાએ આયોજન મુજબ કાળાકાછા કબ્રસ્તાન પાસે પહોંચી ગયા હતા.ત્યાર બાદ મુખ્ય આરોપી કસાઈ શોકત ડૂમ પણ રીક્ષો ત્યાં પહોંચી ગયો હતો.ત્યારે હળપતિ દીપક ત્યાંથી પસાર થતાં આ ટોળકી એ જાહેરમાં કુહાડીથી હુમલો કરી ઢોરમાર મારી ઇજા પહોંચાડી હતી. દીપકને અધમરી હાલતમાં નજીક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં સારવાર દરમિયાન મોત થતાં પરિવાર સહિત આદિવાસી સમાજમાં ગમગીનીનો માહોલની સાથે ભારે આક્રોશ સર્જાયો હતો.આ ગુનામાં મરોલી પોલીસની ટીમ હત્યાનો ગુનો નોંધી હસન એકલવાયા સહિત બે સગીર આરોપીઓની ધરપકડ કરી  એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. હરેશ ચાંદુ એ મુખ્ય આરોપી શોક્ત ડૂમ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ માથાભારે  આરોપી શોક્ત અગાઉ ગૌ હત્યા કેસમાં સંડોવાયેલું હોવાના પુરાવા મળ્યા હતા. આખરે મુખ્ય આરોપી શોક્ત ડૂમ ને ઝડપી પાડી સળિયા ના પાછળ ધકેલી વધુની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!