MORBI:મોરબી જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન(કૌશલ્યોત્સવ) નુ આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન(કૌશલ્યોત્સવ) નુ આયોજન કરવામાં આવ્યું
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષા કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન(કૌશલ્યોત્સવ)-૨૦૨૫-૨૬ નુ આયોજન કરવામાં આવેલ હતું.
ઉક્ત કાર્યક્રમમાં માન.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,EI શ્રી.ITI ઇન્સ્ટ્રક્ટર અને સ્કીલ નિષ્ણાત તેમજ સમગ્ર શિક્ષાની તમામ ટીમની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. જેમાં જિલ્લાની વોકેશનલ શાળાઓમાં શાળાકક્ષાએ પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધક/જૂથ તેઓના વિજેતા મોડેલ/પ્રોજેક્ટ અને ટ્રેનર સાથે ઉક્ત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લીધેલ. ઉક્ત સ્પર્ધામાં માન.જિ.શિ.અ. સાહેબશ્રી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્યોત્સવ થકી વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ એવં શિક્ષણને વાચા આપવા અર્થે ઉપસ્થિત સ્પર્ધકોને સારુ એવું માર્ગદર્શન પૂરું પાડેલ. ત્યાર બાદ ઉપસ્થિત સ્પર્ધકોએ તેઓનું પ્રદર્શન કરેલ અને નિર્ણાયકો દ્વારા પ્રોજેક્ટોનું મૂલ્યાંકન કરી જિલ્લા કક્ષાએ પ્રથમ,દ્રિતીય અને તૃતીય વિજેતા ટીમ પસંદગી કરી જાહેર કરેલ અને તમામ વિજેતા સ્પર્ધકોને ઇનામ તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ અને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ અને જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ સફળ બનાવી પૂર્ણ જાહેર કરવામા આવેલ.








