BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો ત્યારે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી.આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સેફટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.બ્રિજની બન્ને તરફ સેફટી નેટ લાગી જતા આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે.

Back to top button
error: Content is protected !!