ARAVALLIBHILODAMODASA

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી.

વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો.ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે.કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે.

અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે —અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે.આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!