નર્મદા : માતાના વિરહ માં પુત્ર એ પોઇચા બ્રિજ પરથી મારી છલાંગ: મોટાભાઈને મેસેજ કરી જણાવ્યું કે “મને મમ્મી ની બહુ યાદ આવે છે”
– મોટાભાઈ ના મોબાઇલ પર કુદકો મારનાર ભાઈ એ મેસેજ કરી જણાવ્યું કે મને મમ્મી ની બહુ યાદ આવે છે
રાજપીપળા : જુનેદ ખત્રી
સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામના યુવાને પોઇચા પુલ પરથી કૂદકો મારતા તેની શોધખોળ ચાલી રહી છે
મળતી માહિતી મુજબ જીગરભાઇ સુરેશભાઇ વસાવા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.દિવાળીપુરા તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના નાના ભાઇ હાર્દીકભાઇ સુરેશભાઇ વસાવા ઉ.વ.૨૦ રહે.દિવાળીપુરા તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓ તેમની માતા નાનપણથી મૃત્યુ પામેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા તા.૨૨/૧૨/૨૦૨૫ ના દિવસે પોઈચા બ્રીજ ઉપરથી નદીના પાણીના પ્રવાહમાં કુદી જતા તેની શોધખોળ કરતા મળી નહી આવી ગુમ થતા પરિવારજનો યુવાન મળવાની રાહ જોઈ રહ્યા છે. રાજપીપળા પોલીસે આ માટે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે, કુદકો મારનાર યુવાન વડોદરા નોકરી કરતો હોય ત્યાં જવા નિકળ્યો અને આ પગલું ભર્યું.
પોલીસ માં જાણ કરનાર જીગરભાઈ ના જણાવ્યા મુજબ કુદકો મારતા પહેલા તેમના ભાઇ એ તેમના મોબાઇલ ઉપર મેસેજ કર્યો અને જણાવ્યું કે મને મમ્મી ની બહુ યાદ આવે છે માટે હું આપઘાત કરવા જાઉં છું, પપ્પા નું ધ્યાન રાખજે, ત્યારબાદ મોટા ભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા પણ એ પહેલા નાનો ભાઈ કૂદી પડ્યો હતો.




