
વિજાપુર નજીક મહુડી ખાતે શ્રી આનંદબા ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભક્તિભાવપૂર્વક આરંભ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વીર રેસિડન્સી, મહુડી ખાતે શ્રી આનંદબા ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં ભક્તિભાવ અને દિવ્ય આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ આરંભ ભવ્ય રીતે સંપન્ન થયો. આ પાવન પ્રસંગે હાજર રહી ભાગવત કથાનું રસપાન કરવાનો સૌને લાભ મળ્યો.
શ્રીમદ્ ભાગવત કથાના આરંભ સાથે સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક ઉર્જા પ્રસરી ગઈ હતી. ભક્તો દ્વારા કથાનું શ્રવણ કરવામાં આવ્યું અને ભજન-કીર્તનથી વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું.
આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય શ્રી સીજે ચાવડા તેમજ માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પ્રત્યે સન્માન વ્યક્ત કરવામાં આવ્યું.
શ્રી આનંદબા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ દરમિયાન આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવચનો યોજાનાર હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.




