GUJARATSINORVADODARA

સાધલીની મનન વિદ્યાલયમાં થયેલી ચોરીના ગુનાના આરોપીઓનું રીકન્સ્ટ્રકશન કરાયુ


ફૈઝ ખત્રી…શિનોર
સૂત્રોની મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના સાધલી મા આવેલી મનન વિદ્યાલય મા જે થોડા દિવસો પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગઈકાલે શિનોર પોલીસ દ્વારા આ તમામ આરોપીઓનો સાધલી બજારમાં જાહેર વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેના કારણે બજારમાં લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરી સામે કડક સંદેશો મળ્યો હોવાનું સ્થાનિકોએ દ્વારા જાણવા મળ્યું હતું.આ બાદ આજે શિનોર પોલીસે ચોરીના સમગ્ર બનાવના રિકન્સ્ટ્રક્શન માટે તમામ આરોપીઓને મનન વિદ્યાલય ખાતે લાવી, ઘટનાની ફરીથી રચના કરાવી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ચોરી કેવી રીતે કરી, કયા રસ્તેથી પ્રવેશ કર્યો અને મુદ્દામાલ ક્યાંથી કબજે કર્યો તેની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શિનોર પોલીસની આ કાર્યવાહીથી ચોરીના ગુનાનો ભેદ સંપૂર્ણ રીતે ઉકેલાયો હોવાનું જાણવા મળ્યું છે.
શિનોર પોલીસે આ તમામ આરોપીઓ ની વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!