CHHOTA UDAIPUR CITY / TALUKO

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી.

નસવાડી તાલુકામાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળ્યો હતો નસવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શો અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડી ખાતે આવેલી HDFC બેંક પાસેથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવા નેતા યુવા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા .ઢોલ-નગારાના સાથે આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં જનતાનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો. માર્ગના બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ચૈતર વસાવાનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા.રોડ શો પૂર્ણ થયા બાદ ચૈતર વસાવા વિશાળ જનસભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. મંચ પરથી ચૈતર વસાવાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ લડત સત્તા માટે નહીં પરંતુ જનહિત, આદિવાસી સમાજના અધિકારો અને નસવાડી તાલુકાના સર્વાંગી વિકાસ માટેની છે. તેમણે રોજગાર, શિક્ષણ, આરોગ્ય, રસ્તા-પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા ગુજરાત જોડો જન સભામાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા બેન રાઠવા, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા, ઉપપ્રમુખ નાનુભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

 

 

Back to top button
error: Content is protected !!