
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાઈ
તાહિર મેમણ- ડેડીયાપાડા-24/12/2025 – ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, નવી દિલ્હી ખાતે થી જી–રામજી યોજનાનો શુભારંભ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યો હતો, જેને ખેડૂતોએ ઉત્સાહપૂર્વ નિહાળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન KVK, દેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ. યુ. વ્યાસે ખેડૂતોને જળ વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ઉપરાંત ડૉ. વી. કે. પોશિયા દ્વારા પ્રાકૃતિક ખેતી, તથા ડૉ. મીનાક્ષી તિવારી દ્વારા ટકાઉ ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શ્રી એમ. એલ. વિસાત, ખેતી અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરનાર પાંચ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 163 ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કિસાન દિવસના આ આયોજન દ્વારા ખેડૂતોમાં આધુનિક, પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અંગે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.




