
તા.૨૪.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:સરકારની આયુષ્માન કાર્ડ યોજના ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામના વતની સાવિત્રીબેન ગોહિલ માટે બની આશીર્વાદરૂપ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામના વતની સાવિત્રી બેન ગોહિલ છેલ્લા ચાર વર્ષથી દાહોદ સ્થિત અર્બન હોસ્પિટલ, રળિયાતીમાં ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે. તેમની આ સમગ્ર સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત – આયુષ્માન કાર્ડ) અંતર્ગત નિઃશુલ્ક રીતે કરવામાં આવી રહી છે. આયુષ્માન કાર્ડ યોજના દ્વારા ગંભીર બીમારીઓની મોંઘી સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવતા, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળી છે. લાભાર્થી સાવિત્રી બેન ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવો પડતો અને એ ખર્ચને અમે પહોંચી શકીએ તેમ ન હતું. પણ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ હું છેલ્લા ચાર વર્ષથી સારવાર લઈ રહી છું અને હોસ્પિટલમાં મારા પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી“જો આયુષ્માન કાર્ડ યોજના ન હોત, તો મારા પરિવારની આર્થિક સ્થિતિ સંપૂર્ણ ખોરવાઈ જતી. આ યોજના મારા માટે અને મારા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેથી સરકારનો 




