
જૂનાગઢના ગાંધી ચોક પાસે આવેલ પેટ્રોલ પંપ સામે એલ.સી.બી. પોલીસ સ્ટેશનથી જોશીપરા ફાટક તરફ જતા રસ્તા પર રેલવે ઓવરબ્રિજની કામગીરીનું ફાઉન્ડેશન વર્ક કરવાનું થતું હોવાથી, આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી ન જોખમાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ રોડનો વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે.જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશન તેજસ પરમારે ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ની કલમ-૨૩૬(૧) થી મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને એલ.સી.બી. ઓફીસથી જોષીપરા ફાટક, એલ.સી.નં.૮૧/બીના રોડ પર અવર-જવર માટે બંધ જાહેર કર્યો છે.વૈકલ્પીક રૂટ મુજબ ગાંધીચોકથી એલ.સી.બી. ઓફીસથી, જોષીપરા ફાટક તરફ જતા- ગાંધીચોકથી બસસ્ટેન્ડ સર્કલ થઈને બસસ્ટેન્ડ ફાટક તરફનો રોડનો ઉપયોગ કરી શકાશે, રેલવે સ્ટેશનથી એલ.સી.બી. ઓફીસથી જોષીપરા ફાટક તરફ જતા- રેલવે સ્ટેશનથી ઈન્દ્રલોક હોટલની સામેના અન્ડરબ્રિજથી અગ્રાવત ચોક તરફના રોડનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત ગંધારી વાડી, સરદારપરા તરફથી જોષીપરા ફાટક તરફ જતા- જોષીપરા ફાટકથી બસસ્ટેન્ડ ફાટક થઈને અથવા સરદારપરા મેઈન રોડથી અગ્રાવત ચોકથી અન્ડરબ્રિજથી ઈન્દ્રલોક હોટલ તરફના રોડનો ઉપયોગ કરી શકશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત પર જી.પી.એમ.સી.એકટ, ૧૯૪૯ ની કલમ નં.૩૯૨ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૦૬/૦૨/૨૦૨૬ના રાત્રીના ૧૧.૫૫ કલાક સુધી અમલમાં રહેશે.
૦૦૦૦૦
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




