Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ‘જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ-૧’ અભિયાનનો શુભારંભ

તા.૨૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ડાયાબિટીસ ટાઈપ-૧ ધરાવતા ૫ બાળકોને નિ:શુલ્ક મેડિકલ કીટનું વિતરણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
Rajkot: જિલ્લા એન.સી.ડી. સેલ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા ‘જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ-૧’ અભિયાનનો પ્રારંભ રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં એન.સી.ડી. સેલ અને આર.બી.એસ.કે. પ્રોગ્રામ હેઠળ ડાયાબિટીસ ટાઈપ-૧ ધરાવતા ૫ બાળકોને નિ:શુલ્ક મેડિકલ કીટનું વિતરણ કરી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર અભિયાનનું આયોજન જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા અભિયાનમાં સહકાર આપનાર તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ સહભાગી નાગરિકોનો આ તકે આભાર માની સૌના સ્વસ્થ અને નિરોગી જીવનની કામના કરી છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ફુલમાળી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ શ્રી મોનાલીબેન માકડીયા, જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના પદાધિકારીઓ, આર.બી.એસ.કે. નોડલ ઓફિસર્સ તથા એન.સી.ડી. પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહી બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટેના આ મહત્વપૂર્ણ અભિયાનને વેગ આપવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.





