MORBI:મોરબી મહાનગરપાલિકાની ઉજવણી અંતર્ગત MMC ના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરાઈ

MORBI:મોરબી મહાનગરપાલિકાની ઉજવણી અંતર્ગત MMC ના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરાઈ
MORBI મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મોરબીમાં ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત સ્ટાફની સુખાકારી માટે તેમના આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગર પાલિકાના મેઈન બિલ્ડીંગ ખાતે બપોરે ૨ થી ૭ સુધી યુપીએચસી ગોકુલ નગર ટીમ દ્વારા MMC કચેરી સ્ટાફ, ડ્રેનેજ શાખા, તથા ઈલેક્ટ્રીક શાખાના સ્ટાફની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં કુલ 150 થી વધુ મહાનગર પાલિકાના કર્મીઓએ આરોગ્ય ની ચકાસણી કરાવી હતી. આ કાર્યકર્મનો મુખ્ય ઉદેશ્ય મહાનગર પાલિકાના તમામ ક્રમચારી સ્ટ્રેસ ફ્રી જીવન નિર્વાહ કરે, તેમજ આધુનિક સમય માં હતાશા- નિરાશા થી મુક્ત આનંદ- ઉત્સાહ સાથે પોતાનું કાર્ય કરે તેવો રહ્યો હતો. આગામી તા. ૨૬ના રોજ મહાનગર પાલિકાના તમામ સફાઈ કામદારોની આરોગ્યની ચકાસણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં MMCના કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર શ્રી કુલદીપસિહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.







