GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO

SURAT એસીબી સફળ ટ્રેપ: સુરતમાં સર્કલ ઓફિસર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

 

SURAT એસીબી સફળ ટ્રેપ: સુરતમાં સર્કલ ઓફિસર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

 

 

આ કેસની વિગતવાર વિગત મુજબ, ફરિયાદીના અસીલના પ્લોટ વાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી. આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉ.વ. 38) એ 10,000 ની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એસીબીની ટીમે 24 ડિસેમ્બર, 2025ના રોજ ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરની ચેમ્બરમાં ગયા ત્યારે આરોપીએ લાંચની રકમ સ્વીકારવા માટે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેવી આરોપીએ 10,000ની રકમ હાથમાં લીધી, કે તુરંત જ પહેલેથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને પકડી પાડ્યો હતો અને લાંચની રકમ રિકવર કરી હતી.આ સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રેપનું સફળ સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીએ કર્યું હતું. એસીબી દ્વારા હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારના આ કિસ્સાએ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. એક વર્ગ-3 ના કર્મચારી દ્વારા સામાન્ય જનતા પાસેથી કામ કરાવવા બદલ નાણાંની માંગણી કરવી એ પ્રશાસન માટે શરમજનક બાબત છે. એસીબીએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી કામ માટે લાંચ માંગે, તો તુરંત હેલ્પલાઇન નંબર અથવા નજીકની કચેરીનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!