GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગાડીના ભાડાના પૈસા બાકી છે કહી યુવકને ગાળો આપી કારમા નુકસાન કર્યું 

MORBI:મોરબી ગાડીના ભાડાના પૈસા બાકી છે કહી યુવકને ગાળો આપી કારમા નુકસાન કર્યું

 

 

મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડ નામના કારખાને યુવક સીક્યુરીટી ગત ગાર્ડ તરીકે નોકરી પર હોય ત્યારે કારખાનાના ગેટ પર એક શખ્સ મહિન્દ્ર થાર લઈને આવી યુવકને કહેલ કે તારા શેઠ પાસેથી ગાડીના ભાડાના પૈસા લેવાના બાકી છે તેમ કહી યુવકને ગાળો આપી શેઠની ઈનોવા ગાડી સાથે ભટકાડી આશરે ચાર લાખનું નુકસાન કરી સાથી ઉપર જાનથી મારી નાંખવાના ગાડી ભટકાડી સાથીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીપુર રોડ પર આવેલ લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીમાં રહેતા અને નોકરી કરતા યશપાલસિંગ સર્વેસકુમાર શ્રીવાસ્તવ (ઉ.વ.૩૨) એ આરોપી મહિન્દ્રા થાર કાર રજીસ્ટર નંબર જીજે-૩૯-સી.સી-૬૯૨૬ નો ચાલક અમરભાઈ મનજીભાઈ રબારી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી લેક્સસ ગ્રેનીટો કારખાને સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી પર હોય ત્યારે લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડ કારખાના ના ગેટ ઉપર આરોપી અમરભાઈ પોતાના હવાલાવાળી મહીન્દ્રા થાર રજીસ્ટર નંબર GJ-39- CC-6926 વાળી ગેટ પર લઈ આવી ફરીયાદીને કહેલ કે તમારા શેઠ અનીલભાઈ ને બોલાવ મારે તેમની પાસે ગાડીના ભાડા પૈસા લેવાના બાકી છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી આરોપીએ તેમના હવાલા વાળી મહેન્દ્ર થાર ગાડી ગેટમાંથી અંદર કારખાનાના પાર્કીંગ મા લઈ જઈ શેઠ અનીલભાઈ ની ઈનોવા ગાડી નંબર GJ-36-AL-1523 વાળી સાથે બે વખત ભટકાડી ગાડીને પાછળ ના ભાગે આશરે રૂ.૪,૦૦,૦૦૦/- (ચારેક લાખ) નુ નુકશાન કરી તેમજ આરોપીએ તેમના હવાલા વાળી મહીન્દ્રા થાર ગાડી ગેટ તરફ લઈ જઇ ગેટ પર ઉભેલા સાથી જનરલ સુપરવાઈઝર ભાઈરામભાઈ આશારામભાઈ જોષી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે ગાડી ભટકાડી સાથીને શરીરે મુંઢ ઇજા કરી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!