BODELICHHOTA UDAIPUR
અંદાજિત 30 લાખના ના મુદામાલ સાથે બોડેલી પોલીસે દારૂની હેરફેર કરતી ટ્રક ઝડપી

છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી રહે છે. 31 ડિસેમ્બર નજીક આવતાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.બોડેલી–રાજબોડેલી રોડ પર દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા બોડેલી પોલીસે રાજબોડેલી રોડ પર કોસીન્દ્રા ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલી ટ્રકને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા..બોડેલી પોલીસે દસ લાખ રૂપિયાથી વધુના દારૂ સહિત કુલ 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર તોસીફખત્રી





