GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર બાયપાસ ખાતે સરકારી જમીન પર કબજો કરવા જતા ભૂમાફિયા વિરૂદ્ધ નોધાઈ ફરિયાદ

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર અપડેટ

 

સંતરામપુર બાયપાસ ખાતે સરકારી જમીન પર કબજો કરવા જતા ભૂમાફિયા વિરૂદ્ધ નોધાઈ ફરિયાદ

સંતરામપુર બાયપાસ ના નસીંગપુર ખાતે સરકારી પડતર જમીન સર્વે નંબર 43અ માં ગેરકાયદેસર ખોદકામ ખનન કરી અને વૃક્ષો કાપી નાખવા બાબતે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

 

સંતરામપુર શહેરમાં નસીંગપુર પાસે ગેરકાયદેસર રીતે JCB દ્વારા જમીન સમતલ અને વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે તેવી મામલતદારને માહિતી મળી હતી

મામલતદાર સહિતનો કાફલો નસીગપુર ખાતે પહોંચ્યો JCB જપ્ત કરવામાં આવ્યું હતું

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જમીન સમતલ કરી વૃક્ષો કાપી નાખી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર ફરિયાદ નોંધાઈ

JCB ચાલક સુરેશભાઈ પ્રતાપભાઈ ગોલ, ભૂમાફિયા અફઝલ કોઠારી, શંકરભાઈ પારગી, જશવંતભાઈ મછાર, તેમજ ઉસ્માનભાઈ નામના વ્યક્તિઓ વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

ભૂમાફિયા ઓ દ્વારા આદિવાસી ની 73AA તેમજ સરકારી પડતર જમીનો ખોટી રીતે લોકોને પધરાવેલ હોવાની નગર માં ચર્ચા એ જોર પકડેલ છે

સંતરામપુર બાયપાસ તેમજ નરસિંગપુર વિસ્તર માં તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવા માં આવે તો કરોડો ના જમીન પ્રકરણ બહાર આવી શકે તેમ છે…

Back to top button
error: Content is protected !!