
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અમદાવાદ : Panchal 11 Modasa Tournament – Season 5 ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન
અમદાવાદ શહેરમાં આયોજિત Panchal 11 Modasa Tournament – Season 5 ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ ટૂર્નામેન્ટમાં મોડાસા પંચાલ સમાજના વિવિધ ગામોની કુલ ૧૪ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય સાથે ખેલભાવનાનું સરાહનીય પ્રદર્શન કર્યું હતું. દરેક મેચમાં રોમાંચ અને સ્પર્ધાત્મક માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક બની રહી હતી. અંતે Z Striker (ઝાલોદર) ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા બની ટ્રોફી પર પોતાનું નામ નોંધાવ્યું હતું. જ્યારે BlackSmith 11 ટીમે પણ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય રમત દર્શાવી ઉપવિજેતા રહી હતી.આ ટૂર્નામેન્ટ દ્વારા પંચાલ સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ટૂર્નામેન્ટની સફળ આયોજન બદલ આયોજકો, ખેલાડીઓ અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





