MALIYA (Miyana):માળિયા તાલુકાના ફતેપર ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરનાર ઈસમ ઝડપાયો

MALIYA (Miyana):માળિયા તાલુકાના ફતેપર ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરનાર ઈસમ ઝડપાયો
માળિયા તાલુકાના ફતેપર ગામના ખરાવાડમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ટેન્કર, ટેન્કરમાં રહેલ ડીઝલ અને ડીઝલ ચોરી માટેના સાધનો સહીત ૩૬.૧૦ લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઈસમો ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ફતેપર ગામના ખરાવાડમાંથી ટેન્કર જીજે ૦૩ બીવાય ૬૬૦૧ મળી આવ્યું હતું જે ટેનરમાંથી ડીઝલ ચોરી કરવાના સાધનો સાથે રાખી ડીઝલ ચોરી કરતા પહેલા જ માળિયા પોલીસે આરોપી દીલીપભાઈ વરજાગભાઈ વીરડા (ઉ.વ.૩૯) રહે ફતેપર તા માળિયા વાળાને ઝડપી લીધો હતો સ્થળ પરથી ટેન્કર કીમત રૂ ૧૫ લાખ, ટેન્કરમાં રહેલ પેટ્રોલ/ડીઝલ ૨૪,૦૦૦ લીટર કીમત રૂ ૨૧,૧૦,૯૨૩ અને ડીઝલ કાઢવા માટેના સાધનો સહીત કુલ રૂ ૩૬,૧૦,૯૨૩ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડીઝલ ચોરી મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે







