GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બિલ્ડરો કે બાંધકામ કરનારા નીતિ નિયમોનું પાલન નહીં કરેતો તંત્ર કાર્યવાહી કરશે

 

MORBI:મોરબીના બિલ્ડરો કે બાંધકામ કરનારા નીતિ નિયમોનું પાલન નહીં કરેતો તંત્ર કાર્યવાહી કરશે

 

 

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા તાજેતરના નિયમો અનુસાર હવે મોરબી શહેર વિસ્તારમાં ચાલતા તમામ પ્રકારના બાંધકામ સ્થળોએ સરકાર દ્વારા નિર્ધારિત માહિતી ફોર્મ (Construction Information Form) ફરજિયાત રીતે લગાવેલું હોવું જરૂરી બનાવવામાં આવ્યું છે.

આ ફોર્મમાં બાંધકામની સંપૂર્ણ વિગતો જેમ કે મિલકતનો પ્રકાર, બાંધકામની મંજૂરી નંબર, મંજૂરી આપનાર સત્તાધિકારીનું નામ, બાંધકામનું કુલ ક્ષેત્રફળ, માલિકનું નામ, કોન્ટ્રાક્ટરનું નામ તથા સંપર્ક વિગતો જેવી મહત્વની માહિતી જાહેર રીતે દર્શાવવાની રહેશે. આ નિયમનો મુખ્ય હેતુ શહેર વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામમાં પારદર્શિતા જાળવવાનો, ગેરકાયદેસર બાંધકામ પર રોક લગાવવાનો તથા નાગરિકોને યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.

મોરબી શહેરમાં હાલમાં અનેક ખાનગી તેમજ વ્યાવસાયિક બાંધકામ કાર્ય ચાલી રહ્યા છે. ગુજરાત સરકારના આદેશ અનુસાર, જો કોઈ પણ બાંધકામ સ્થળે આ ફરજિયાત ફોર્મ લગાવવામાં નહીં આવ્યું હોય તો તે બાંધકામને નિયમવિરુદ્ધ માનવામાં આવશે. આવા કિસ્સાઓમાં મોરબી મહાનગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નિયમો મુજબ નોટિસ આપવી, દંડાત્મક કાર્યવાહી કરવી તેમજ જરૂરી જણાય તો બાંધકામ કાર્ય તાત્કાલિક બંધ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બિલ્ડરો, ડેવલોપર્સ, કોન્ટ્રાક્ટરો તથા મિલકત માલિકોને આ બાબતે અપીલ કરવામાં આવે છે કે તેઓ સરકારના નિયમોનું કડક પાલન કરે અને તેમના બાંધકામ સ્થળે નિર્ધારિત ફોર્મ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાવે. નિયમોના પાલનથી અનાવશ્યક કાર્યવાહી, દંડ તથા કાનૂની મુશ્કેલીઓથી બચી શકાય છે.

આ નિયમનથી શહેરમાં આયોજનબદ્ધ વિકાસ, સલામત બાંધકામ અને નાગરિકોના હિતોની રક્ષા થશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ મુદ્દે સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!