આગથળા ધાનેરા રોડ તંત્ર ની નિષ્ફળતા સામે જનતાનો ફાટેલો રોષ

નારણ ગોહિલ લાખણી
વાવ–થરાદ જિલ્લાના લાખણી તાલુકાનો આગથળા થી ધાનેરા સુધીનો મુખ્ય માર્ગ આજે ભષ્ટ્રાચાર, બેદરકારી અને તંત્રની અણગમતી નો જીવતો પુરાવો બની ગયો છે. વર્ષોથી રોડનું કામ ગોકુળ ગતિ એ ચાલી રહ્યું છે, જાણે સરકારને લોકોની મુશ્કેલીઓ સાથે કોઈ લેવાદેવા ન હોય.
આ ગંભીર મુદ્દે દોલાભાઈ ખાગડા ની આગેવાની હેઠળ સ્થાનિક જનતા રસ્તા પર ઉતરી આવી હતી. શાસન–પ્રશાસન કામ કરવાનું ભૂલી ગયું હોવાથી લોકો પાવડા અને તગારા લઈને જાતે જ રોડનું કામ કરવા મજબૂર બન્યા. આ જનઆક્રોશ વચ્ચે આગથળા પોલીસે દોલાભાઈ ખાગડા ની અટકાયત કરી, જે તેલમાં આગ સમાન સાબિત થયું.
લોકોએ સ્પષ્ટ શબ્દોમાં એલાન કર્યું છે કે
અમારો રોડ નહીં બને તો હવે એક પણ વાહન નહીં ચાલે!”
જો રોડનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય અને સમયમર્યાદા સાથે પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી નહીં મળે તો બુધવારના દિવસે 10 થી વધુ સ્થળોએ રોડ બ્લોક કરવામાં આવશે.
આ સાથે લોકોએ જિલ્લા કલેકટર સાહેબને ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ જાતે સ્થળ પર આવી લોકો સાથે સામસામે બેઠક કરીને સમસ્યાઓ સાંભળે. જો કલેકટર સાહેબ મેદાનમાં નહીં ઉતરે તો જનતા ધરણા પર બેસવા મજબૂર થશે, જેના તમામ પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે વહીવટી તંત્રની રહેશે.
આ હવે માંગ નથી,
આ જનતાનો અંતિમ અલ્ટીમેટમ છે!




