
તા.૨૬.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નજીક એક ગામમાંથી થર્ડ પાર્ટને એક અજાણી 17 વર્ષીય માનસિક અસ્વસ્થ કિશોરી મળી આવતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇની મદદ લીધી
ત્યારબાદ તેઓએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે છેલ્લા બે કલાકથી પીડિતા અહીંયા બેઠા હતા જેથી તેઓને જોતા થર્ડ પાર્ટીએ તેઓની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી અને મદદ લીધી ત્યારબાદ પીડતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતા માનસિક અસ્વસ્થ હતા તેઓ ઘરેથી બે દિવસ પહેલાં નીકળી ગયા હતા તેઓ માનસિક અસ્વસ્થ હતા તેઓ રાત્રિના સમયે ફરતા હતા. પીડીતા તને વારંવાર પૂછવા છતાં તેઓ તેઓનું યોગ્ય સરનામું જણાવતા ન હતા. પીડિતા જોડે તેઓનું એક બેગ હતું જેથી તેઓના બેગ માં તેઓનું આઈડી પ્રુફ મળેલ જેમાંથી તેઓનું નામ મેળવી અને તેઓના ગામના આગેવાન નો કોન્ટેક મેળવી તેઓના ઘરે જઈ પીડિતાને તેઓના મમ્મીને ફેમિલી હેન્ડ ઓવર કરેલ છે જેથી પીડિતાના પરિવારને ને જણાવેલ કે તેઓની દીકરીનું ધ્યાન રાખે અને તેઓની સારવાર કરાવે જેથી પીડિતાના પરિવારે પણ 181 અભયમ ટીમનો આભાર માનેલ.





