આણંદમાં 63,597 બોટલ કિંમત રૂ 2.47 કરોડના દારૂ પર બુલડોઝર ફર્યું

આણંદમાં 63,597 બોટલ કિંમત રૂ 2.47 કરોડના દારૂ પર બુલડોઝર ફર્યુ
તાહિર મેમણ – આણંદ – 26/12/2025 – આણંદમાં 63,597 બોટલ કિંમત રૂ 2.47 કરોડના દારૂ પર બુલડોઝર ફર્યું આણંદ પોલીસે બેડવા ગામની સીમમાં રૂ. 2,47,87,455 કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો છે. કુલ 63,597 બોટલ દારૂ પર બુલડોઝર ફેરવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દારૂનો જથ્થો આણંદ ડિવિઝન હેઠળના સાત પોલીસ સ્ટેશનોમાં પકડાયો હતો.
આણંદ રૂરલ, આણંદ ટાઉન, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ભાલેજ અને ઉમરેઠ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશનના કુલ 146 ગુનાઓમાં આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્ટમાંથી દારૂના જથ્થાનો નાશ કરવાનો આદેશ મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટાફની હાજરીમાં એક્સપ્રેસ હાઈવે નજીક આવેલી સરકારી જગ્યામાં દારૂનો નાશ કરાયો હતો.





