ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં વીર બાલ દિવસની ઉજવણી શ્રી કે.એન.શાહ હાઈસ્કૂલ, મોડાસા ખાતે ભવ્યતાથી કરવામાં આવી 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વીર બાલ દિવસની ઉજવણી શ્રી કે.એન.શાહ હાઈસ્કૂલ, મોડાસા ખાતે ભવ્યતાથી કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની યાદમાં ૨૬મી ડિસેમ્બરને “વીર બાલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી શ્રી કે.એન.શાહ હાઈસ્કૂલમાં આજરોજ વીર બાલ દિવસની ઉજવણી ભવ્યતાપૂર્વક કરવામાં આવી હતી.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મોડાસા કેળવણી મંડળના મંત્રી ડૉ. આર.સી. મહેતા વિરાજમાન હતા. મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પાંડોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સાહિબજાદાઓના બલિદાનથી પ્રેરિત થઈ વીરતા અને સાહસની ભાવના અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના આચાર્ય મનિષભાઈ જોષી તથા  એમ.બી. પટેલે વિદ્યાર્થીઓને વીર બાલ દિવસના મહત્વ વિશે વિગતવાર વક્તવ્ય આપ્યું હતું. તેમણે વીરતા, સાહસ, દેશ પ્રત્યેનું બલિદાન અને રાષ્ટ્રીય ગર્વની ભાવના જાગૃત થાય તેવા વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાહિબજાદાઓના બલિદાનને વંદન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!