BHARUCHBHARUCH CITY / TALUKO
અંકલેશ્વરમાં નિવૃત્ત આર્મીમેન દારૂ સાથે ઝડપાયો:મકાનમાંથી રૂ.3.59 લાખનો વિદેશી દારૂ જપ્ત


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે પર આવેલા અક્ષર આઇકોનમાંથી એક નિવૃત્ત આર્મીમેનની ધરપકડ કરી છે. તેના મકાનમાંથી રૂ.3.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે અક્ષર આઇકોનમાં રહેતો નિવૃત્ત આર્મીમેન જયક્રિષ્ના શ્યામદાસ તિવારી પોતાની પરમિટનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.
આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને તિવારીના મકાનમાંથી રૂ. 3.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જયક્રિષ્ના તિવારીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.



