BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતા જિલ્લા પંચાયત બેઠકનું અસ્તિત્વ જોખમ ઉભુ થવાની આશંકાથી આગેવાનોની કલેક્ટર કચેરીએ રજૂઆત

  1. બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતા જબુગામ જિલ્લા પંચાયત બેઠકના સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા સર્જાઈ છે. બેઠકનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે તેવી આશંકાથી વિસ્તારના રાજકીય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૂંઝવણમાં મુકાયા છે. જબુગામ જિલ્લા પંચાયત બેઠક યથાવત રાખવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યુ અગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. હાલ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતા મોટી સંખ્યામાં મતદારો નગરપાલિકા વિસ્તારમાં મર્જ થતાં જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકોના સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.આ પરિસ્થિતિને કારણે જબુગામ જિલ્લા પંચાયત બેઠક મા આવેલા સરપંચો, આગેવાનો તેમજ હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ગેરસમજ અને ચિંતા સર્જાઈ છે. બેઠક રદ થવાની કે બદલાઈ જવાની શક્યતા સામે, આગેવાનોએ એકસાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જબુગામ જિલ્લા પંચાયત બેઠક યથાવત રાખવા માટે લેખિત રજૂઆત કરી હતી.

રિપોર્ટર : તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!