AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના ચિકટિયા અને ગોંડલવિહિર ખાતે “વીર બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાનીના દિશાદર્શન હેઠળ આશ્રમ શાળા ચિકટિયા તેમજ પ્રાથમિક શાળા ગોંડલવિહિર ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં સર્જનાત્મક્તા વિકસાવવાનો અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણમાં યોગદાન આપવા માટે તેમને પ્રેરિત કરવાનો ઉદ્દેશ હતો. પ્રાથમિક શાળા ગોંડલવિહિર ખાતે આ કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનીષાબેન મુલતાનીએ બાળકોને વીર બાળ દિવસના ઐતિહાસિક મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશ માટે શહીદ થયેલા વીર બાળકોના અદમ્ય સાહસ અને બલિદાનને યાદ કરાવી બાળકોમાં દેશપ્રેમ, સાહસ, શૌર્ય અને આત્મવિશ્વાસ જેવા મૂલ્યો વિકસે તે માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજના બાળકો આવતીકાલના જવાબદાર નાગરિક છે અને તેમને સકારાત્મક વિચારસરણી, શિસ્ત તથા મજબૂત નૈતિક મૂલ્યો સાથે જીવનમાં આગળ વધવું જરૂરી છે.બાળકોમાં સર્જનાત્મકતા, વિચારશક્તિ અને વ્યક્તિત્વ વિકાસ થાય તે હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!